વર-કન્યાએ કપડા વગર જ કર્યા લગ્ન, તસવીરો જોઈને થઈ જશો હેરાન!

વ્યક્તિ માટે લગ્ન એ તેમના જીવનની સૌથી સુંદર ક્ષણ હોય છે અને દરેક વ્યક્તિ આ ક્ષણને યાદગાર અને ખાસ બનાવવા માંગે છે. થોડા મહિના પહેલા એક યુગલે સમુદ્રના ઊંડાણમાં લગ્ન કર્યા હતા અને હવે એક કપલે કોઈપણ કપડા પહેર્યા વગર લગ્ન કરી લીધા છે.
જોકે, કપડા વગર લગ્ન કર્યા પછી પણ કોઈને ખબર પણ ન પડી કે વર-કન્યાએ કપડાં પહેર્યા નથી. આનું કારણ પેઇન્ટિંગ હતું.
તમે વિચારતા જ હશો કે આવું કેવી રીતે થઈ શકે. વાસ્તવમાં વર-કન્યાએ શરીર પર કલર કરાવ્યો હતો, પરંતુ તેમને જોઈને એવું લાગે છે કે બંનેએ કોઈ ડિઝાઈનર ડ્રેસ પહેર્યો છે.
હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આ લગ્ન કયા દેશમાં થયા છે. જો કે, આ પ્રથમ વખત નથી કે બોડી પેઇન્ટિંગની મદદથી આવા લગ્ન ગોઠવવામાં આવ્યા હોય.