વર્ષ ૨૦૨૦ ની છેલ્લી એકાદશી, મોક્ષદા એકાદશી જાણો તેનું મહત્વ, મુહર્ત અને તેની સાથે જોડાયલ કથા

થોડા જ દિવસોમાં નવું વર્ષ શરૂ થવાનું છે. વર્ષ ૨૦૨૦ ખૂબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે. માટે લોકો આતુરતાથી ૨૦૨૧ ની રાહ જોઈ રહ્યા છે. ૨૦૨૦ નાં લગભગ બધા મોટા અને પ્રમુખ તહેવારો ચાલ્યા ગયા છે. હિન્દુ ધર્મમાં એકાદશી ને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. દર વર્ષમાં કુલ ૨૪ એકાદશી હોય છે એક મહિનામાં ૨ એકાદશીઓ આવે છે. તેમાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશી નો સમાવેશ થાય છે. માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશી ને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તે આ વર્ષની છેલ્લી એકાદશીની તિથિ છે. હિંદુ પંચાંગ અનુસાર આ વખતે મોક્ષદા એકાદશી ૨૫ ડિસેમ્બર નાં દિવસે આવશે.
મોક્ષદા એકાદશીનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશી ને શુભ ફળદાયી માનવામાં આવે છે. કે જે લોકો વિધિ-વિધાન સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરે છે અને ઉપવાસ રાખે છે તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી આ એકાદશી ને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ એકાદશી નાં દિવસે વ્રત કરવાથી વ્રત કરનાર નાં દરેક પાપોનો નાશ થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે. હિંદુ ધર્મ અનુસાર આ ખાસ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ એ અર્જુન ને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ કારણે ઘણી જગ્યાઓ પર આ દિવસને ગીતાજયંતી નાં રૂપમાં પણ ઉજવવામાં આવે છે. મોક્ષદા એકાદશી ની તિથી ૨૪ ડિસેમ્બર રાતનાં ૧૧ કલાક ૧૭ મિનીટ થી લઈને ૨૫ ડિસેમ્બર રાતના ૧ કલાક ને ૪૫ મિનીટ સુધીની રહેશે.
પૂજન વિધિ
મોક્ષદા એકાદશી નાં દિવસે વિધિ-વિધાન સાથે ભક્તો વ્રત રાખવું જોઈએ અને ઘરે કે મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સાથે જ તેનાં મંત્રોનો જાપ પણ કરવો જોઈએ. વ્રત ની સમાપ્તિ તેરશ નાં દિવસે કરવી. પહેલા બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી ત્યારબાદ વ્રત કરનાર ને પોતે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. જે જે લોકો વ્રત નથી કરતા તેઓએ પણ આ દિવસે ભગવાન નારાયણનું સ્મરણ કરવું જોઈએ.
પૌરાણિક કથા
ધાર્મિક કથા અનુસાર રાજા વૈખનાસ ચંપા નગરી નાં પ્રતાપી રાજા હતા. તેઓ જ્ઞાની હતા અને તેમને વેદોનું પણ જ્ઞાન હતું. પ્રતાપી અને જ્ઞાની રાજા મેળવીને નગરવાસીઓ ખૂબ જ સંતુષ્ટ અને સુખી હતા. એક વાર સપનામાં રાજાને પોતાના પિતા દેખાયા જે નરકમાં યાતનાઓ ભોગવી રહ્યા હતા.
રાજાએ જ્યારે આ વાત પોતાની પત્નીને કરી ત્યારે રાણીએ તેમને આશ્રમ જવાની સલાહ આપી. આશ્રમ પર જઈને રાજાએ પર્વત મુનિ ને પોતાના સપના ની ઘટના વિષે જણાવ્યું પૂરી વાત સાંભળ્યા બાદ મુનિએ રાજાને કહ્યું કે તમારા પિતા એ તમારી પત્ની ને ખૂબજ દુઃખ આપ્યું છે તેનાં કારણે તે પોતાના કરેલ કર્મનું આ ફળ ભોગવી રહ્યા છે.
જ્યારે રાજા એ તેનો તેના ઉપાય વિશે જાણવાનું કહ્યું ત્યારે પર્વત મુનિ એ મોક્ષદા એકાદશી કરવાની સલાહ આપી અને કહ્યું કે મોક્ષદા એકાદશી દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય તે તમારા પિતાને સમર્પિત કરવું. રાજાએ વિધિ વિધાન નાં પાલન સાથે વ્રત રાખ્યું અને પોતાના પિતા ને કુકર્મો થી મુક્તિ અપાવી. ત્યારથી માનવામાં આવે છે કે, મોક્ષદા એકાદશી ફક્ત જીવિત લોકો ને જ નહી પરંતુ પિતૃઓને પણ પ્રભાવિત કરે છે.