વર્ષ ૨૦૨૧ માં મંગળ નાં ગોચર થી આ રાશિના લોકોની ખુલશે કિસ્મત, જાણો તમારી રાશિ પર તેની અસર

વર્ષ ૨૦૨૧ માં મંગળ નાં ગોચર થી આ રાશિના લોકોની ખુલશે કિસ્મત, જાણો તમારી રાશિ પર તેની અસર

ગ્રહો નાં સેનાપતિ કહેવામાં આવતા મંગળ ગ્રહ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. મંગળ આત્મવિશ્વાસ અને શક્તિ નાં કારક ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ જો તમારી કુંડળીમાં રાજયોગ માં રહે છે તો જાતકને નાની ઉંમરમાં જ સફળતા મળે છે. તેમ જ મંગળની દશા કુંડળીમાં બરાબર ન હોય તો ગંભીર પરિણામ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, મંગળ ગ્રહ વર્ષ ૨૦૨૧ માં એક બે વાર નહીં પરંતુ સાત વાર પોતાની દિશા પરિવર્તન કરશે. એવામાં તેનાં સારા અને ખરાબ પરિણામો જાતકો પર જોવા મળશે આગામી ૨૨ ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ પહેલીવાર ગોચર કરવા જઈ રહ્યા છે. જે ત્યારબાદ ૨ જૂન પછી ૨૦ જુલાઈ, ૬ સપ્ટેમ્બર ૨૨ ઓક્ટોબર અને ૫ સપ્ટેમ્બર નાં રાશિ પરિવર્તન કરશે. ચાલો જાણીએ કે, મંગળ નાં રાશિ પરિવર્તન થી તમારી રાશિ પર તેનો શું પ્રભાવ પડશે.

Advertisement

મેષ રાશિ

મંગળ નાં ગોચર અનુસાર આ રાશિને નોકરીયાત લોકોને પ્રમોશન પ્રાપ્ત થશે. સફળતા મેળવી શકશો. ગોચર કાળ દરમિયાન દરેક કાર્ય તીવ્રતાથી કરવાનું પસંદ કરશો. તમારી વાતો સ્પષ્ટ અને મજબૂત રહેશે. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખશો તો લાભ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

આ વર્ષે ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. તમારી મહેનતનું ફળ મળશે. આ રાશિ નાં વિવાહિત લોકો પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકશે. બહાર ફરવા જવાનું આયોજન થશે. મંગળ નાં પ્રભાવથી આ રાશિના પ્રેમી જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે.

મિથુન રાશિ

મંગળ નાં ગોચર થી આ રાશિના જાતકોને મિશ્રિત પરિણામ મળશે. તમે ઘણા નવા કાર્યોની શરૂઆત કરી શકશો પરંતુ તે કાર્યમાં લક્ષ્ય સુધી પહોચી શકશે નહિ. એવામાં તમે વસ્તુઓ પારખવામાં માહિર રહેશો જેનાથી તમારા કામમાં તમને મદદ મળશે. પરિવાર નાં સભ્યો સાથે બહાર ફરવા જવાનું આયોજન થઇ શકે છે.

કર્ક રાશિ

વર્ષ ૨૦૨૧ મંગળ નાં ગોચર થી આ રાશિના જાતકોને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે. જીવનમાં અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન લક્ષ્ય તરફ આગળ વધી શકશો. તમારા પરિવાર નાં કોઈ સભ્ય નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે તમે તેની સહાયતા માટે આગળ રહેશો.

સિંહ રાશિ

મંગળ નું ગોચર સિંહ રાશિના જાતકો માટે શુભ રહેશે. તમને મંગળ અને સૂર્યની બંનેની ઉર્જા પ્રાપ્ત થશે. એટલે કે આ સમય દરમિયાન તમે ગતિશીલ રહેશો. વ્યાપાર માં સક્રિય લોકોને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના જાતકો ને આ વર્ષે બહાર ફરવા જવાનું આયોજન થઈ શકે છે.

કન્યા રાશિ

મંગળ નાં ગોચર દરમિયાન તમે આખું વર્ષ મહેનત અને લગ્ન સાથે કામ કરશો અને શોર્ટકટ લેવાં વિશે વિચારશો નહિ. સ્વાસ્થ્યની બાબતમાં સતર્ક રહેવાની જરૂર રહેશે.

તુલા રાશિ

આ વર્ષે તમે દાન પુણ્ય નાં કાર્યોમાં ભાગ લઈ શકશો સાથે સામાજિક ગતિવિધિમાં સામેલ થઇ શકશો છે જેનાથી તમારા મનને આનંદ અને શાંતિ પ્રાપ્ત થશે. જોકે ભૌતિક સુખ-સુવિધા પાછળ ખર્ચ માં વધારો થશે. એવામાં આર્થિક બાબતોને અંગે સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂર રહેશે.

વૃશ્ચિક રાશિ

મંગળ નાં ગોચર થી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે સાથે જ તમારી લોકપ્રિયતામાં વધારો થશે અને એ લોકો પણ તમારાથી આકર્ષિત થશે કે જે તમારી સાથે વેર રાખતા હતા. તમે પૂરી રીતે જીજ્ઞાસા થી ભરેલા રહેશો ને દરેક વસ્તુને ઊંડાણપૂર્વક જાણવાની કોશિશ કરશો.

ધન રાશિ

મંગળવાર નાં ગોચર અનુસાર આ વર્ષે નવા નવા મિત્રો બનશે સાથેજ મિત્રો સાથે યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. તમારા ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે અન્યથા મોટું નુકસાન થઈ શકે છે. આ વર્ષે તમારુ પૂરુ ફોકસ કામ તરફ રહેશે.

મકર રાશિ

આ વર્ષ વિનમ્ર બની રહેશો જેનાથી તમારા પ્રિયજનને સારું લાગશે. આ સમયે તમારી પાસે મજબૂત ઇચ્છાશક્તિ હશે જેનાથી સરળતાથી તમે લક્ષ્ય પ્રાપ્તિ કરી શકશો. વેપારી વર્ગ પોતાના જીવનમાં પુરી રણનીતિ સાથે કાર્ય કરશે.

કુંભ રાશિ

મંગળ નાં ગોચર થી આ વર્ષે તમારી પ્રગતિ થશે તમને કોઈ નિયંત્રિત કરવાની કોશિશ કરશે તો તમે વિદ્રોહી બની જઈ શકો છો. આખું વર્ષ તમે ઊર્જાની સાથે કાર્ય કરી શકશો જેનાથી તમને લાભ પ્રાપ્ત થશે.

મીન રાશિ

તમારા પ્રિયજનો પ્રત્યે સ્નેહી અને સહયોગી બની રહેશો. તણાવ અને દબાણ ને દૂર કરવા માટે રચનાત્મક કાર્યક્રમ કરશો. ગુસ્સાથી નહીં પરંતુ ધીરજથી કામ લેવાથી ફાયદો પ્રાપ્ત થશે. આ સમએ સંગીતની સાથે સાથે કલા પ્રત્યે પણ તમારી રૂચિ માં વધારો થશે.

 

 

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *