વર્ષ માં બસ એક જ વાર પૂજા કરવામાં આવે છે, ૧૧ શિવલિંગ જાણો તેનું રહસ્ય

આમ તો દેવાધિદેવ શંકર ના ચમત્કારો સમજવા દરેક વ્યક્તિ ની સમજની વાત નથી પરંતુ ભગવાન શિવજી નાં ચમત્કાર દેશ દુનિયા માં કેટલી જગ્યાએ જોવા અને સાંભળવા મળે છે. જ્યાં કેટલાક ચમત્કારો સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ સામે આવે છે ત્યાં જ એક ચમત્કાર આજે પણ દુનિયામાં મોજુદ છે જેને સામાન્ય વ્યક્તિ તો શું વિજ્ઞાન પણ સમજવામાં અસફળ રહ્યું છે.ભગવાન શિવજીનો એક એવો ચમત્કાર આપણા દેશ ભારતમાં કેટલાય વર્ષો થી જોવા મળે છે. જાણકારો અનુસાર ભોળાનાથની મહિમા સમજવાનું દેવતાઓની પણ સમજ ની બહાર છે તો સામાન્ય માણસ તો તેમની મહિમા કઈ રીતે સમજી શકે આજે અમે તમને ચમત્કારોથી ભરેલા એવા એક સ્થાન વિશે જણાવી રહ્યા છીએ જેને જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો આખરે તે સ્થાન કયું છે તે એક જ સ્થાન પર ૧૧ શિવલિંગ હોવા છતાં પણ આજ સુધી ત્યાં મંદિર બન્યું નથી ચાલો જાણીએ વિસ્તારપૂર્વક
અહીં સ્થાપિત છે ૧૧ શિવલિંગ
આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ બિહાર નાં નવાદા જિલ્લા ની ત્યાં એક પહાડ પર એકસાથે ૧૧ શિવલિંગ સ્થાપિત છે પરંતુ આ સ્થાન પર કોઇ મંદિર નથી ૧૧ શિવલિંગ નવાદા જિલ્લા નાં નારદી ગંજ પ્રખંડ નાં ધનવા ગામ નાં પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે, ભોળાનાથ ને ખુલ્લું વાતાવરણ પસંદ છે કહેવામાં આવે છે કે, આ સ્થળ મંદિર મંદિરનું નિર્માણ કરવા માટે ઘણીવાર કોશિશ કરવામાં આવી હતી પરંતુ દરેક વખતે નિર્માણ કરવા જતા દિવાલ પડી જતી હતી. તેથી લોકોએ ત્યાં મંદિર બનાવવાનો વિચાર છોડી દીધો હતો.
શિવલિંગ માં દેખાય છે આ ફોટાઓ
નવાદા જિલ્લામાં એક જ સ્થળ પર ૧૧ શિવલિંગમાં ભોળાનાથ, માતા પાર્વતી ગણેશ અને કાર્તિકેય નાં ફોટા જોવા મળે છે. જણાવી દઈએ કે, આ શિવલિંગની પૂજા ની નિયમિત રૂપથી કરવામાં આવતી નથી પરંતુ વર્ષ માં એક વાર જ શિવરાત્રી નાં દિવસે આ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. ત્યાર પહેલા અને ત્યારબાદ આ શિવલિંગની પૂજા કરવામાં આવતી નથી. જોકે આની પાછળ શું રહસ્ય છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.