વર્ષમાં ફક્ત એક દિવસ માટે ખુલે છે આ મંદિર નાં દ્વાર, જાણો તેના સાથે જોડાયેલી કથા

વર્ષમાં ફક્ત એક દિવસ માટે ખુલે છે આ મંદિર નાં દ્વાર, જાણો તેના સાથે જોડાયેલી કથા

નાગા સાધુ એક રહસ્યમય જિંદગી જીવે છે અને તેઓ નો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. આજે અમે તમને નાગા સાધુઓ સાથે જોડાયેલ એક અનોખા મઠ વિશે જણાવવા જઈ રહ્યા છે જે વર્ષમાં ફક્ત એક જ વાર ખુલે છે. આ મઠ માં દેવી માં ની મૂર્તિ સ્થાપિત છે અને દર વર્ષે ફક્ત એક જ દિવસે માં ની પૂજા કરવામાં આવે છે. આ મઠ નું નામ કંકાલી છે. જે છત્તીસગઢ ની રાજધાની રાયપુર બ્રાહ્મણપારા માં આવેલ છે. આ મઠ માં જે માતાજીની મૂર્તિ સ્થાપિત છે તેમને માં કંકાલી કહેવામાં આવે છે. અને તેમનાં નામથી જ મઠ નું નામ જાણીતું છે. માન્યતા છે કે, માં કંકાલી ની પ્રતિમા નાગા સાધુઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. પછીથી આ મંદિરમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. દર વર્ષે ફક્ત દશેરા નાં દિવસે જ આ મંદિર ખોલવામાં આવે છે. લગભગ ૪૦૦ વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.

આ મંદિરમાં નાગાસાધુઓ નાં શસ્ત્રો પણ રાખવામાં આવ્યા છે. એ શસ્ત્રો હજારો વર્ષ જૂના છે તેમાં તલવાર, ભાલા, ઢાલ,તીર,કમાન વગેરે સામેલ છે. ભક્તો આ શસ્ત્રો નાં દર્શન દશેરા નાં દિવસે જ કરી શકે છે. માન્યતા છે કે, માં કંકાલી દશેરા નાં દિવસે પાછા મઠ માં આવે છે અને આ જ કારણે આ દિવસે મંદિર ખોલવામાં આવે છે. મઠ ખોલ્યા બાદ રાત્રીનાં પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ એક વર્ષ માટે ફરીથી મંદિર બંધ કરી દેવામાં આવે છે. મંદિર ની પાસે એક તળાવ છે જેને કંકાલી તળાવ નાં નામે ઓળખવામાં આવે છે.

આ તળાવ વિશે કહેવામાં આવે છે કે જે આ તળાવ નાં પાણીથી સ્નાન કરે છે તેને રોગોમાંથી મુક્તિ મળે છે અને ચર્મ રોગ દૂર થાય છે જેના કારણે ત્વચા સંબંધી પરેશાની થવાથી લોકો આ તળાવમાં સ્નાન કરવા માટે આવે છે. કંકાલી તળાવ પર ઘણી શોધ કરવામાં આવી છે જેમાં એ વાત સામે આવી છે કે, હાડકા નાં ફોસ્ફરસ સામગ્રી નાં વિસર્જન નાં લીધે આ તળાવ માં ન્હાવાથી ચર્મ રોગ દૂર થાય છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *