વર્ષનાં પહેલા મહિનામાં આ રાશી નાં લોકો નું ભાગ્ય ચમકશે, થશે ધનની વર્ષા

વર્ષનાં પહેલા મહિનામાં આ રાશી નાં લોકો નું ભાગ્ય ચમકશે, થશે ધનની વર્ષા

વર્ષ ૨૦૨૧ નો પહેલો મહિનો જાન્યુઆરી આ મહિના નો આ રાશિનાં લોકો માટે રહેશે ખૂબ ખાસ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિનામાં કેટલીક રાશિના લોકો નાં વેપારમાં ખૂબ જ તેજી આવી શકશે. આ રાશિના જાતકોનાં આવકના સાધનમાં વધારો થશે સાથે જ બિનજરૂરી ખર્ચા ઓછા થશે. ચાલો જાણીએ ૨૦૨૧ નાં મહિનો અન્ય રાશિઓ માટે કેવો રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિએ આ મહિનો સંતુલિત રહેશે. શરૂઆતના દિવસોમાં ખર્ચાઓમાં વધારો થશે પરંતુ ત્યારબાદ સંતુલન બનાવવામાં સફળ રહેશો. આ રાશિના જાતકો જાન્યુઆરી મહિનામાં પોતાના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશે અને તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.

વૃષભ રાશિ

તમે વ્યવસાયનો વિકાસ ઈચ્છતા હો તો નિરંતર મહેનત કરતા રહેવી. આ સમય દરમ્યાન આર્થિક સ્થિતિમાં અનિશ્ચિતતા આવશે પરંતુ દરેક મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી  શકશો. નવા કાર્યની શરૂઆત માટે સાવધાન રહેવાની જરૂર છે. નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. જાન્યુઆરી નાં એન્ડ સુધીમાં સારા અવસર મળી શકે છે.

મિથુન રાશિ

આ લોકોને જાન્યુઆરી મહિનો આર્થિક રૂપથી ખૂબ અનુકૂળ રહેશે. અગિયારમા ગ્રહમાં મંગળ મજબૂત એટલે કે કમાણી સારી થાય. આવક નાં નવા સ્રોતો મળે. પરંતુ આ મહિનામાં તમારી સુખ-સુવિધા પાછળ વધારે ખર્ચ થઈ શકે છે. રોકાણ માટે સમય અનુકૂળ છે.

કર્ક રાશિ

આ મહિનામાં તમારે ધીરજથી કાર્ય લેવાની જરૂર રહેશે. જે લોકો રચનાત્મક વ્યવસાયમાં છે તેને શાનદાર પ્રદર્શન માટે ઉચિત માન-સન્માન મળશે. આર્થિક લાભ થવાની સંભાવના અગિયારમાં ભાવમાં રાહુ નું ગોચર હોવાને કારણે આર્થિક જીવનમાં સુધારો આવશે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે છે.

સિંહ રાશિ

જાન્યુઆરી મહિનો આ રાશિના જાતકો માટે ઉતાર-ચડાવ ભરેલ રહેશે. નવા પ્રોજેક્ટ નાં કાર્યોમાં વિઘ્ન આવશે જો કે આ સમય દરમ્યાન તમે લોન ચૂકવવામાં સફળ રહેશો. નોકરી સાથે જોડાયેલ લોકોનો આર્થિક પક્ષ અનુકૂળ રહેશે અને પ્રમોશન અને પગાર વધવન ચાન્સ રહેશે. મિલકતમાં રોકાણ કરવાથી લાભ મળી શકે છે.

કન્યા રાશિ

આ મહિને આર્થિક સંપન્નતા બની રહેશે. જીવનસાથી અને બાળકો સાથે જોડાયેલી યોજનાઓમાં રોકાણ કરશો. વાહન ખરીદવા ઈચ્છતા હો તો આ સમય અનુકૂળ છે વારસાગત સંપત્તિમાંથી આર્થિક લાભ થવાની સંભાવના. કોઈ નજીક નાં વ્યક્તિની મદદથી તમે પાર્ટ ટાઈમ જોબ પણ જોઈન કરી શકો છો.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો સાથે જ વ્યવસાયિક ઉદ્દેશ માટે ખેતી ને લગતી જમીન પર રોકાણ કરી શકો છો. નવા પ્રોજેક્ટની શરૂઆત કરવાથી તમને લાભ મળી શકે છે. લાંબા સમય સુધી પૈસાનું રોકાણ કરવા ઇચ્છતા હોય તો સમય અનુકૂળ છે. આવકને બચત કરવાની યોજનામાં સફળ રહેશો.

વૃશ્ચિક રાશિ

આ મહિનો તમારા માટે સારો સાબિત થશે. આ મહિનામાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ પર કામ કરી શકશો. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે આ મહિને તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ તમે સારી એવી બચત પણ કરી શકશો.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આર્થિક રીતે આ મહિનામાં ખૂબ મજબૂત સ્થિતિ રહેશે. આ સમય દરમ્યાન એકાદશ ભાવ નાં સ્વામી શુક્ર વ્યય નાં બારમા ભાવમાં છે તેથી ખર્ચાઓમાં વધારો થઇ શકે છે. ભૌતિક સુખ સુવિધા ની વસ્તુઓ પાછળ આ મહિને ખૂબ જ ખર્ચ થશે. મહિના નાં બીજા અઠવાડિયા દરમ્યાન તમારી આશા કરતાં વધારે કમાણી કરશો.

મકર રાશિ

આ મહિના માં આર્થિક પક્ષ સામાન્ય રહેશે અને ખર્ચઓ પણ સંતુલિત રહેશે પરંતુ બીજા અઠવાડિયામાં આર્થિક નુકસાન થઈ શકે છે. અગિયારમાં ભાવમાં કેતુ સ્થિત હોય જેના કારણે આવકમાં કમી આવી શકે છે. આ મહિને તમે પાર્ટ ટાઈમ જોબ જોઈન કરી શકો છો આ સમય દરમિયાન તમારે શોર્ટ કે લોગ ટર્મ માં કોઈ પ્રકારનું રોકાણ કરવું નહીં આ ઉપરાંત કોઈ કીમતી વસ્તુ ખરીદવાથી પણ બચવું.

કુંભ રાશિ

આર્થિક રીતે જાન્યુઆરી મહિનો તમારા માટે મુશ્કેલીભર્યો રહેશે. આ મહિનામાં તમારા ખર્ચાઓમાં વધારો થશે જેના લીધે તમને તણાવ અનુભવશો લોન અથવા કર્જ ચૂકવવામાં મુશ્કેલી આવી શકશે. આ મહિના માં ખર્ચ કરવાથી બચવું,  આ માં ઘરનાં સ્વામી આ સમયે મીન રાશિમાં નબળી સ્થિતિ માં છે. જેથી તમને ખર્ચ અને નુકસાન થઈ શકે છે. એવામાં  કોઈપણ પ્રકારનું રોકાણ કરવાથી બચવું.

મીન રાશિ

તમારા આવકનો પ્રવાહ સતત રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ મહિને આવકનાં નવા સાધનો પ્રાપ્ત થશે. તમારા અગિયારમા ઘરમાં આ સમયે શનિ છે જેના લીધે તમારા ખર્ચ પર કાબૂ રહેશે આ મહિને તમારા જ્ઞાન દ્વારા આર્થિક લાભ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. આ રાશિનાં વિદ્યાર્થીઓ નો સમય ખૂબ અનુકૂળ રહેશે. તમે રોકાણની યોજના બનાવી છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *