વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ૧૪ ડીસેમ્બર નાં રોજ જોવા મળશે, જાણો તે તેનો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે

વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ૧૪ ડીસેમ્બર નાં રોજ જોવા મળશે, જાણો તે તેનો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે

વર્ષ ૨૦૨૦ નું છેલ્લું સૂર્યગ્રહણ ૧૪  ડિસેમ્બર નાં રાતના થવાનું છે. જો કે આ સૂર્યગ્રહણ રાત હોવાના લીધે ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ સૂર્ય ગ્રહણ નો પ્રભાવ અવશ્ય પડશે ભારત સહિત તમામ દેશોમાં સૂર્ય ગ્રહણ ની અસર જોવા મળશે. કોઈ દેશમાં તેનો સારો પ્રભાવ તો ઘણા દેશોમાં અશુભ પ્રભાવ જોવા મળશે. ભારત માટે આ ગ્રહણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ભારતનાં જ્યોતિષ વિદ્વાનો નાં મત મુજબ ભારતમાં ખાસ કરીને દિલ્હી નાં એનસીઆર ક્ષેત્રમાં સૂર્ય ગ્રહણ નો પ્રભાવ જોવા મળશે. એવામાં આ વિસ્તારમાં રહેનાર લોકોને જાગૃત રહેવાની જરૂર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ૧૪ ડિસેમ્બર નાં દિવસે જોવા મળતા સૂર્યગ્રહણની પ્રભાવ રાશિ વૃશ્ચિક હશે. વૃશ્ચિક રાશિમાં પાપ ગ્રહ નું  ગોચર શુભ ફળ આપતું નથી. એવામાં દિલ્હી-એનસીઆર નાં લોકોને સૂર્ય ગ્રહણ સમય દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

સૂર્યગ્રહણ નાં સમયે પાંચ ગ્રહ એકસાથે જોવા મળશે. ૧૪ ડિસેમ્બર નાં થતું સૂર્યગ્રહણ ખાસ હશે વર્ષો પછી આ સંયોગ બની રહ્યો છે જ્યારે સૂર્ય ગ્રહ સમયે પાંચ ગ્રહ એકસાથે જોવા મળશે. સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિમાં જોવા મળશે ત્યાં સૂર્યની સાથે ચંદ્રમા, બુધ, શુક્ર, સૂર્ય અને કેતુ પણ હાજર હશે. આવી સ્થિતિમાં વૃશ્ચિક રાશિમાં પાંચ ગ્રહ ની હાજરીમાં ૧૪ ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ થવાનું છે. વૃશ્ચિક રાશિનું સૂર્ય ગ્રહણ ક્યારેય પણ શુભ ફળ આપતું નથી. એટલે કે, આ સમય દરમ્યાન સમસ્ત ભારત અને આખા વિશ્વમાં ખુબ જ ભારે ઉથલપાથલ થશે. ૧૪ ડિસેમ્બર પછી પાટનગર દિલ્હીમાં ઘણી ઘટનાઓ જોવા મળશે. જો સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત નહીં થાય તો, ખેડૂતો કોઈ મોટું આંદોલન પણ કરી શકે છે.આ એક સંયોગ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની જન્મ રાશિ અને લગ્ન રાશિ પણ વૃશ્ચિક છે. જે સૂર્ય ગ્રહણના સમયે પાંચ ગ્રહો ના યોગથી પ્રભાવિત થશે. જે પીએમ મોદી માટે શુભ સંકેત નથી.

રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકો પર તેનો પ્રભાવ

૧૪ ડિસેમ્બર નાં જોવા મળતું સૂર્યગ્રહણ ભારતનાં સમય અનુસાર સાંજે ૦૭ ને ૪ મિનિટથી મધ્યરાત્રિ સુધી જોવા મળશે. જ્યારે સૂર્ય ગ્રહણ થશે ત્યારે ભારતમાં સૂર્ય અસ્ત થઇ ચુક્યા હશે. એટલે કે ગ્રહ ની છાયા ભારતમાં જોવા મળશે નહીં. તેથી તેનું કોઈ ધાર્મિક મહત્ત્વ રહેતું નથી. તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિમાં સૂર્ય ગ્રહણ થયા બાદ સૂર્ય ગ્રહની સંક્રાંતિ પણ થવાની છે. એવામાં આ ગ્રહણ મોટા રાજનેતાઓ માટે અશુભ રહેશે. વૃશ્ચિક રાશિમાં જોવા મળતું ગ્રહણ દવા અને કેમિકલ સાથે સંકળાયેલા લોકોને સૌથી વધારે ફાયદો થશે. તે લોકો ને વૃશ્ચિક રાશિ નું સૂર્યગ્રહણ ખૂબ શુભ ફળ આપશે. કારણકે વૃશ્ચિક ને દવા અને કેમિકલ ની રાશિ ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃશ્ચિકમાં ચંદ્રમા અને બુદ્ધ નું મિલન થવાથી દવા અને કેમિકલ બનાવતી કંપનીઓને ખૂબ જ ફાયદો થશે.

રાજનીતિ અને અર્થવ્યવસ્થાપર સૂર્ય ગ્રહણ ની અસર

સૂર્ય ગ્રહણ બાદ સત્તાપક્ષ અને વિપક્ષ માં આરોપ-પ્રત્યારોપ ની રાજનીતિ થઇ શકે છે. અને તે ઘણા લાંબા સમય સુધી ચાલી શકે છે. ગ્રહણના સમયે ગુરુની નજીક શનિ ની મકર રાશિમાં જોવા મળતી યુતિ નાં કારણે બેન્કિંગ સંગઠનો અને મજૂર સંગઠન ની માંગને લઇ ને દેશ વ્યાપી હડતાળ થઈ શકે છે, જેના કારણે સરકારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ગ્રહણની અમેરિકા પર અસર

ડિસેમ્બર નાં સૂર્ય ગ્રહણ બાદ દક્ષિણ અમેરિકાનાં ઘણા દેશોમાં ખૂબ જ ઊથલપાથલ જોવા મળશે. આ દેશોમાં ત્રણ મહિના સુધી સરકાર વિરોધી પ્રદર્શન હિંસક સ્વરૂપ લઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાનાં દેશોમાં આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન પણ થઈ શકે છે. ઉપરાંત ૧૪ ડિસેમ્બર પછી ભૂકંપ નાં ઝટકા પણ આવવાની સંભાવના જોવા મળે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *