વર્ષો બાદ રાહુ મંગળની યુતિ થી બની રહ્યો છે અંગારક યોગ, આ ૩ રાશિઓ ને રહેવું સાવધાન, જાણો તમારી રાશિ વિશે

વર્ષો બાદ રાહુ મંગળની યુતિ થી બની રહ્યો છે અંગારક યોગ, આ ૩ રાશિઓ ને રહેવું સાવધાન, જાણો તમારી રાશિ વિશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ માં સતત પરિવર્તન થતું રહે છે જેના કારણે મનુષ્ય નાં જીવન પર તેનો અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિની રાશિ માં ગ્રહોની ચાલ બરાબર રહે છે, તો તેનાં કારણે જીવનમાં સુખદ પરિણામો પ્રાપ્ત થાય છે. પરંતુ ગ્રહોની ચાલ બરાબર નહોય તો તેનાં કારણે વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિમાં અંગારક યોગનું નિર્માણ થઇ રહ્યું છે. મંગળ અને રાહુ જો કોઈ રાશિમાં અને ભાવમાં એક સાથે આવી જાય તો તેનાં કારણે અંગારક યોગ બને છે. જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગને શુભ ગણવામાં આવતો નથી. તમને જણાવી દઈએ કે, ૨૨ ફેબ્રુઆરીએ મંગળ શુક્રની રાશિ વૃષભમાં આવ્યા હતા. જ્યાં પહલેથી જ રાહુ  બિરાજમાન છે. એવી સ્થિતિમાં અંગારક યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ એક ખતરનાક યોગ છે. જેના કારણે દરેક રાશિ પર તેનો કોઈ ના કોઈ પ્રભાવ જોવા મળશે. ચાલો જાણીએ, આ યોગ નો તમારી રાશિ પર શું પ્રભાવ પડશે.

આ રાશિના જાતકો પર અંગારક યોગનો સૌથી વધારે પ્રભાવ જોવા મળશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આ યોગનાં કારણે સાવધાન રહેવાની આવશ્યકતા રહે છે. તમારે કોઈ પણ મોટું રોકાણ કરવાથી બચવું. તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ આવી શકે છે. માટે વિષમ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ મજબૂત બનાવી રાખવો. કોઈ લાંબી યાત્રા પર જતી વખતે ગાડી સાવધાનીથી ચલાવી. પતિ-પત્ની વચ્ચે મતભેદ થવાની સંભાવના છે. બાળકોની તબિયત ખરાબ થવાની સંભાવના છે. તમારે કોઈ સાથે વાદવિવાદથી બચવું. નોકરીનાં ક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. તમારા ગુસ્સા અને વાણી પર કંટ્રોલ રાખવાની આવશ્યકતા રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોએ સતર્ક રહેવાની આવશ્યકતા છે. ઘરેલું સુખમાં કમી આવી શકે છે. ભાઈ બહેન સાથે મતભેદ થવાની સંભાવના છે. તમારે વ્યર્થ તણાવથી દૂર રહેવું. નોકરીના ક્ષેત્રમાં કામ કોઈ કામમાં ઉતાવળ ન કરવી અન્યથા કાર્યો બગડી શકે છે. ઉપરી અધિકારી ની નારાજગીનો સામનો કરવો પડશે. ગુપ્ત શત્રુઓ નુકશાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. તેથી સાવધાન રહેવું.

ધન રાશિ

ધન રાશિના લોકોએ ધન સંબંધિત બાબતોમાં સાવધાન રહેવાની આવશ્યકતા છે. અન્યથા ધન હાનિ થવાની સંભાવના બની રહી છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે વધારે સંધર્ષ કરવો પડશે. મોટા અધિકારીઓ સાથે તાલમેળ બનાવીને રાખવો.. પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે. કોઈપણ કાર્ય કરતી વખતે ધીરજ અને શાંતિ રાખવાની આવશ્યકતા રહેશે. પ્રેમ જીવન સામાન્ય રહેશે.

આ રાશિના જાતકો માટે રહેશે શુભ

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો માટે સમય શુભ રહેશે. તમારા કેરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને જલ્દી થી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. લવ લાઈફ સારી રહેશે. પરિવાર નું વાતાવરણ આનંદમય રહેશે. તમારી દરેક યોજના સારી રીતે પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આવકનાં નવા સાધનો પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોને પોતાની મહેનત નું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. વિવાહ યોગ્ય લોકો માટે વિવાહ માટે સારી જગ્યાએ થી પ્રસ્તાવ આવી શકે છે. તમારા સપનાઓ સાકાર કરવામાં સફળ રહેશો. વેપારમાં લાભ થવાની સંભાવના છે. કોઈ લાભદાયક સોદો થઈ શકશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારુ ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકો નો સમય ઉત્તમ રહેશે. તમે સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહેશો. આજે એક સાથે ઘણા કામો કરવામાં સક્ષમ રહેશો. કારકિર્દી નાં ક્ષેત્રમાં આગળ વધવા માટેના શાનદાર અવસરો પ્રાપ્ત થશે. તમે કોઈ લાભદાયક યાત્રા પર જઈ શકો છો. પારિવારિક જીવન સારું રહેશે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલ મતભેદ દૂર થશે.

સિંહ રાશી

સિંહ રાશિવાળા લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપાર સાથે જોડાયેલા લોકોને પ્રગતિ મળશે. તમારા કોઈ પૈસા ઉધાર આપ્યા હશે તો તે પૈસા પરત મળી શકશે. કોઈ લાભદાયક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. તમારું ભાગ્ય તમારો ભરપૂર સહયોગ આપશે. સામાજિક ક્ષેત્રે લોકપ્રિયતામાં વધારો થશે. રાજનીતિ ક્ષેત્રે જોડાયેલા લોકોને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોનો સમય ખૂબ જ શુભ રહેશે. તમારા દરેક કાર્ય સારી રીતે પૂરા થઈ શકશે. તમે તમારી યોજના અનુસાર દરેક કાર્ય સંપન્ન કરી શકશો. જેનું તમને સારું રિઝલ્ટ પ્રાપ્ત છે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. માતા-પિતાનાં આશીર્વાદ અને સહયોગ મળી રહેશે. ઘરનાં વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પરિવારનાં લોકો સાથે ધાર્મિક કાર્યક્રમમાં જવાનું આયોજન થઇ શકે છે. બાળકો તરફથી પ્રગતિ નાં સારા સમાચાર મળશે જેનાથી તમારું મન આનંદમાં રહેશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકોને જીવનમાં સારા પરિણામ પ્રાપ્ત થશે.  ઘર-પરિવારમાં શાંતિ બની રહેશે. ખર્ચામાં કમી આવશે. આવકમાં વધારો થશે. તમારા પૈસાના રોકાણની યોજના બનાવી શકો છો. જેનાથી તમને સારો ફાયદો મળશે. તમારા શત્રુઓને પરાજિત કરી શકશો. નોકરીયાત લોકો માટે નોકરી નાં સ્થળ પર વાતાવરણ તેમના પક્ષમાં રહેશે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળી રહેશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. વ્યાપાર સાથે જોડાયેલ લોકો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે જેનાથી તેને સારો ફાયદો મળી શકશે.

મકર રાશિ

મકર રાશિના લોકોનાં જીવનમાં ભરપૂર આનંદ રહેશે. નોકરી નાં ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસો સફળ રહેશે. ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે. તમારી મહેનતનું તમને ઉચિત પરિણામ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં કેન્દ્રિત થઈ શકશે. વિદેશ કામ કરનાર લોકોને સારો લાભ મળી શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધ કરી રહ્યા છે તેને સારી કંપનીમાં થી ઇન્ટરવ્યુ કોલ આવી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોને જીવનમાં સતત સફળતા પ્રાપ્ત થશે. તમારી દરેક ઈચ્છા પુર્ણ થશે. પતિ-પત્ની વચ્ચે મતભેદ દૂર થશે. કાર્યક્ષેત્રમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને ભારે માત્રામાં ધન લાભ થવાની સંભાવના છે. તમારા વેપારનો વિસ્તાર કરી શકશો. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકો પરિવારનાં લોકો સાથે આનંદ પૂર્વક સમય પસાર કરી શકશે. કામકાજમાં તમારું મન લાગશે. તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. કળા અને સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકોને સારી જગ્યાએ પરફોર્મન્સ આપવાનો અવસર પ્રાપ્ત થશે. તમારા સારા સ્વભાવથી લોકોનું દિલ જીતવામાં સફળ રહેશો. પ્રાઇવેટ નોકરી કરનાર લોકોને પ્રમોશનની સાથે પગાર વધારાની ખુશખબરી મળી શકે છે. સામાજિક ક્ષેત્રે તમને માન સમ્માન ની પ્રાપ્તિ થશે. નવા લોકો સાથે મિત્રતા થશે જેનથી આગળ જઈને તમને લાભ મળશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *