યાત્રા પર જતી વખતે જોવા મળે આ વસ્તુઓ, તો સમજવું યાત્રા રહેશે ખૂબ જ સુખદ

ફરવા જવું હોય કે જરૂરી કામ માટે યાત્રા પર જવું હોય તે પહેલા દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેની યાત્રા મંગલમય અને સફળ રહે. આ જ કારણે લોકો ઘરે થી નીકળતી વખતે શુભ અને અશુભ નું ખૂબ જ ધ્યાન રાખે છે. યાત્રા પર જતી વખતે મળતા સંકેતો અનુસાર લોકો શુભ અને અશુભ નો વિચાર કરે છે. એવી કેટલીક વસ્તુઓ વિશે જાણવામાં આવ્યું છે કે, જો યાત્રા પર જતા પહેલા આ વસ્તુઓ જોવા મળે તો તમારી યાત્રા સફળ અને શુભ રહે છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે.
- ગાય, ઘોડા, હાથી, વગેરે પશુઓ જોવા મળે તો જાણવું કે, તે તમારી યાત્રા માટેનો શુભ સંકેત છે. એવી જ રીતે જો યાત્રા પર નીકળતી વખતે દેવ પ્રતિમા અથવા અગ્નિ અને સોનુ, ચાંદી વગેરે વસ્તુઓ જોવા મળે તો તમારી યાત્રા મંગલમય રહે છે.
- યાત્રા પર નીકળતી વખતે દુર્વા, તાજુ ગોબર, ઔષધી, મગ, ફળ, ઘી, દહીં દૂધ, કે ચોખા જોવા મળે તો યાત્રા પર આવનાર દરેક અવરોધો નષ્ટ થઈ જાય છે. અને તમારી યાત્રા મંગલમય રહે છે.
- જો તમે કોઈ શુભ કાર્ય માટે જરૂરી યાત્રા પર જઈ રહ્યા હોવ એ સમયે તમને શંખનાદ, બેન્ટવાજા, કે મેધગર્જ નાં નો અવાજ સંભળાય તો તે શુભ માનવામાં આવે છે. વ્યક્તિ ને તે કાર્યમાં સફળતા મળે છે.
- યાત્રા પર જતી વખતે રસ્તામાં કોઈ મૃતક વ્યક્તિ ની અંતિમયાત્રા, ગાય પોતાના વાછરડા સાથે જોવા મળે તો યાત્રા સફળ રહે. તમે જે કાર્ય માટે જઈ રહ્યા હોવ તેમાં તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. આ વસ્તુઓ જોવા મળે તો રસ્તામાં આવનારી દરેક સમસ્યાઓ અને વિઘ્નો દૂર થાય છે.
- યાત્રાનાં સમય દરમ્યાન મધ, શેરડી જોવા મળે તો તમારી યાત્રા ખૂબ જ શુભ રહે છે. જો ધન સંબંધી યાત્રા હોય તો તેમાં તમને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે. પરીક્ષા આપવા જઇ રહ્યા હોવ તો તે એક શુભ સંકેત છે તેનાથી પરીક્ષાનું પરિણામ તમારા પક્ષમાં આવવાની સંભાવનાઓ વધી જાય છે.