યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની આ અભિનેત્રી નાં મૃત્યુ થી, ટીવી ઈન્ડસ્ટ્રીમાં દુઃખનાં વાદળ છવાયા

કોરોના કાળમાં આ વખતે આપણે મનોરંજનની દુનિયા નાં ઘણા અભિનેતાઓને ગુમાવ્યા છે. આ લિસ્ટમાં હવે ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગર નો પણ સમાવેશ થાય છે. ટેલિવિઝન અભિનેત્રી દિવ્યા ભટનાગર હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનું મૃત્યુ સોમવારે સવારે ૩ વાગ્યે ‘સેવન હિલ્સ હોસ્પિટલ’ માં થયું છે. તેઓ ફક્ત ૩૪ વર્ષ નાં જ હતા.જાણકારી અનુસાર દિવ્યાને ન્યુમોનિયા થયો હતો તેની સારવાર માટે તેઓ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા આ સમય દરમ્યાન તેમને કોરોના થયો અને તેમની હાલત ખુબ જ ગંભીર થઈ ગઈ. તેમનું ઓક્સીજન લેવલ ઓછું થતું હતું. સોમવારે સવારે ૨ વાગે તેમની તબિયત અચાનક બગડી ગઈ. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. સોમવારે સવારે ૩ વાગે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
દિવ્યા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ અને ‘ગુલાબો’ જેવા શો માં જોવા મળ્યા હતા. તેઓએ ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું. તેના જવાથી તેમનાં ફેન્સ અને સંબંધીઓ ખૂબ જ દુઃખ ની લાગણી અનુભવી રહ્યા છે. તેમના મૃત્યુનાં સમાચાર તેનાં મિત્ર યુવરાજ રઘુવંશી એ આપ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર દિવ્યા ને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. દિવ્યાના અચાનક જવાથી તેમનાં પરિવારને ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે. દિવ્યાનાં જવાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ દુઃખ નાં વાદળ છવાયા છે. દરેક વ્યક્તિ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહીય છે. દિવ્યા ની મિત્ર અને દેવોલિના ભટ્ટાચાર્જી એ ઇન્સ્ટાગ્રામ પર અભિનય દિવ્યાનાં મુત્યુ પર દુખ વ્યક્ત કર્યું છે. તેઓએ દિવ્યા સાથે પોતાની ફોટો પણ શેયર કરી છે અને ઇમોશનલ નોટ પણ લખી છે.
દેવોલિના એ લખ્યું છે કે, જ્યારે કોઈ સાથ નહતું આપતું ત્યારે બસ તું જ હતી દીવુ તું જ મારી પોતાની હતી. જેના પર હું ગુસ્સો પણ કરી શકતી હતી અને જેનાથી હું રિસાઈ પણ શકતી હતી અને દિલની વાત પણ કરી શકતી હતી. હું જાણતી હતી કે તારી કામ લાઇફ સરળ ન હતી તે ઘણું દુઃખ સહન કર્યું હતું પણ હું જાણું છું કે આજે તું ખૂબ સારી જગ્યા પર હોઇશ. હું હંમેશા તને મિસ કરીશ દિવુ.દેવોલિના આગળ લખે છે કે, તું તો જાણતી હતી કે હું તને ખૂબ જ પ્રેમ કરતી હતી તારી ખુબ જ કેર કરતી હતી. ભગવાન તારી આત્માને શાંતિ આપે તુ જ્યાં પણ હોઈ ત્યાં ખુશ રહે લવ યુ દીવુ તું ખૂબ જ જલ્દી ચાલી ગઈ ‘ઓમ શાંતિ’.