યુરીન ઇન્ફેકશન માં જલ્દી રાહત અપાવે છે, આ ઘરેલુ ઉપાયો

આજકાલની ભાગ દોડ ભરેલ લાઇફ માં યુરીન ઇન્ફેકશન ની બીમારી સામાન્ય વાત છે ઈંફેક્શન કોઈને પણ થઈ શકે છે ભલે તે બાળક હોય, વૃદ્ધ હોય કે પુરુષ કે સ્ત્રી હોય મુખ્યત્વે તે પાણીની કમી ના કારણે થાય છે. આજકાલ યુરીન ઇન્ફેક્શનની સમસ્યા વધારે જોવા મળે છે. યુરીન ઇન્ફેકશન યુરીનરી કોડમાં થનાર સંક્રમણ નાં કારણે થાય છે. જેનાથી જેને યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. એક રિસર્ચ માટે સાબિત થયું છે કે, યુરીનરી ઈન્ફેક્શન એ લોકોને વધારે થાય છે કે જે પોતાની સાથે સ્વચ્છતાનો ખ્યાલ રાખતા નથી. તમને જણાવી દઈએ કે, ગંદા ટોયલેટ નો ઉપયોગ કરવાથી તે થઈ શકે છે. આજે અમે તમને આ ઇન્ફેક્શનથી બચવા માટેનાં ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
યુરિન ઇન્ફેક્શન નું સૌથી મોટું કારણ હોય તો તે છે તમારી આસપાસની ગંદકી ઘણીવાર યુરીનરી ની આસપાસ બેક્ટેરિયા જમા થઈ જાય છે અને તેના અને ત્યાંથી સંક્રમણ ફેલાવવાનું શરૂ થઈ જાય છે. તેથી સ્વચ્છ રહેવું ખૂબ જ જરૂરી છે. ગંદા ટોયલેટ માં ફ્રેશ થવા માટે કે ગંદા ટોયલેટ માં ટોયલેટ ના જવું. મોટેભાગે સંક્રમણ પબ્લિક ટોયલેટ થી જ થાય છે.
તેનું બીજું કારણ પાણી ની કમી છે. તમારા શરીરમાં મોજુદ સંક્રમણ અને બેક્ટેરિયાને સાફ કરવામાં પાણી મદદ કરે છે તમારા શરીરની અંદર જમા ગંદકીને બહાર કરવા માટે પાણી મહત્વનું યોગદાન આપે છે. તમે જેટલી વધારે માત્રામાં પાણી પીવો છો તેટલી જ તમારા શરીર માંથી ગંદકી બહાર નીકળી છે. ધ્યાન રાખવું કે તમારા યુરીન માંથી દુર્ગંધ આવતી હોય બળતરા કે દુખાવો થવો જેવી કોઈ સમસ્યા હોય તો તમારે તુરંત જ પાણીની માત્રા વધારવી જોઈએ.
કોટન નાં અન્ડર ગાર્મેન્ટ્સ ખૂબ જ ફાયદાકારક હોય છે યુરીન ઇન્ફેકશન થી બચવા માટે કોટન નાં કપડાં ખૂબ જ ઉપયોગી રહે છે. તે બેક્ટેરિયા અને વાઈરસ રોકી શકે છે. માટે જે લોકોને ઇન્ફેક્શન ની સમસ્યા હોય તેવા લોકોએ ગરમ પાણીનો શેક લેવો જોઈએ જેનાથી સફાઈની સાથે સારો આરામ પણ મળી શકે છે.
ઇન્ફેક્શનમાં આ પ્રયોગ કરવો
એક શોધ મુજબ ક્રેન્બેરી યુટીઆઈ નાં જોખમને દૂર કરે છે. તેનો તમારી ડાયટમાં સમાવેશ કરવો તેની સાથે દરેક ઘરમાં મળી રહેતું લસણનું સેવન પણ કરી શકો છો તે તમારી પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે સાથે જ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોવાને કારણે ઘણા પ્રકારના સંક્રમણ થી બચાવી શકે છે. લવિંગનું તેલ પણ આ સંક્રમણ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે એસેશિયલ ઓઈલ નાં પ્રયોગથી પણ તમે યુરિન ઇન્ફેક્શન ને સરળતાથી દૂર કરી શકો છો અને તેના લક્ષણ જેમ કે બળતરા, દુખાવો, સોજો આવવો તેમાં પણ રાહત મળે છે, તેની સાથે તમે અજમાનું તેલ પણ યુરીન ઇન્ફેકશન માં રાહત આપેછે.