ઝેર સમાન હોય છે સલાડમાં ટમેટા અને કાકડીનું કોમ્બિનેશન, પેટમાં જવાથી થાય છે આ બીમારીઓ

ભારત માં જ્યારે ભોજન પીરસવામાં આવે છે. ત્યારે તેની સાથે સલાડ જરૂરથી પીરસવામાં આવે છે. જમવામાં ભોજન સાથે સલાડ નું સેવન સેહત માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેનાથી જમવાનું જલ્દીથી પચવામાં મદદ થાય છે. જ્યારે પણ સલાડનું નામ લેવામાં આવે છે તો મગજમાં સૌથી પહેલા ટમેટા અને કાકડીનો ખ્યાલ આવે છે. વધારે પડતા લોકો આ બંને કોમ્બિનેશન ને એકસાથે ભોજન માં સલાડ તરીકે પીરસતા હોય છે.
એકસાથે ના ખાવા જોઈએ ટમેટા અને કાકડી
એ વાતમાં કોઈ શંકા નથી કે કાકડી અને ટમેટા બંને તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે. પરંતુ તમને એ ત્યારે જ ફાયદો પહોંચાડે છે કે, જ્યારે તે બંનેને અલગ-અલગ સમય પર ખાવામાં આવે. જો તમે સલાડમાં તેને એક સાથે ખાવ છો. તો તે તમારી તંદુરસ્તી માટે ખાસ કરીને પાચનતંત્ર ને નુકસાન પહોંચાડે છે.
પેટને લગતી બીમારીઓ
સ્વાદમાં ટમેટા અને કાકડી નું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંનેને એક સાથે ખાવાથી પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ટામેટા અને કાકડીની સાથે ખાવાથી ગેસ, બ્લોટીંગ, પેટમાં દુખાવો, ગભરામણ, થાક અને અપચા જેવી તકલીફ થઈ શકે છે.
તેનું કારણ
હકીકતમાં જ્યારે તમે ટામેટા અને કાકડી નું કોમ્બિનેશન ખાવ છો. ત્યારે તે એસિડ ફોર્મ માં થઈ જાય છે. તેનાથી બ્લોટિંગ થઈ શકે છે. તેનું કારણ એ છે કે, પાચન ક્રિયામાં દરેક ખાવાનું અલગ રીતે રિએક્ટ કરે છે. ધણો ખોરાક જલ્દી અને સરળતાથી પચી જાય છે. જ્યારે અન્ય ખોરાક ને પચતા સમય લાગે છે. કાકડી શરીરમાં જલદીથી પચી જાય છે પરંતુ ટમેટાંમાં બી હોવાના કારણે તે પચવામાં સમય લાગે છે.કાકડી અને ટમેટા માં ઘણા પોષક તત્વો રહેલા છે. પરંતુ તેમાં ઘણા એવા ગુણ પણ મોજુદ છે કે જે, વિટામિન સી ની સામે વિપરીત રીએક્ટ કરે છે. આ જ કારણ છે કે કાકડી અને ટમેટા સાથે ખાવાની સલાહ આપવામાં આવતી નથી. તે એકસાથે પેટમાં જઈ અને અલગ-અલગ પ્રોબ્લેમ કરી શકે છે.
ટમેટા અને દહીનું કોમ્બિનેશન
ઘણા લોકો ટમેટા,કાકડી અને દહી મિક્સ કરીને રાયતું બનાવી ખાવાનું પસંદ કરે છે. આ કોમ્બિનેશન પણ તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત સલાડમાં ટમેટા અને ભોજનમાં દહીં બંને એકસાથે ખાવા જોઇએ નહીં.
સલાડ કયારે ખાવું
સલાડ ભોજન પહેલા ના ખાવું જોઈએ કે ભોજન પછી પણ ના ખાવું જોઈએ.સલાડ ખાવાનો સાચો અને હેલ્થી ટાઈમ ભોજન સાથેનો છે. આવું કરવાથી ભોજન પચવામાં પણ સરળતા થાય છે.